Join Movement | Let's Bring Great Education Values

નમસ્કાર મિત્રો!
GTU SECRETS સાથે રહ્યા અને સાથ આપવા બદલ ખુબ ખુબ આભાર, મારા આ બ્લોગ નો હેતુ માત્ર ને માત્ર GTU ની માહિતી પહોંચાડવા માટે હતો અને તરત પહોંચાડવા માટે હતો પરંતુ આ સડી રહેલી ખોખલી સિસ્ટમ ને ચેલેન્જ આપવાનો સમય આવી ગયો છે.

જી હા આજે સામાન્ય રીતે ઇજનેરો કોલેજ માં થી અભ્યાસ લયી ને નોકરી(!) એ ચડી જાય છે, અને કોલેજ ની ખામીઓ ને (અથવા તો ટૂંક માં કહીયે તો શિક્ષણ ની ખામીઓ ને) ભૂલતા જાય છે અને પાછળ ની પેઢી ને એ જ ચક્રવ્યૂહ માં મુકતા જાય છે. પરંતુ આપડે કૈક  જુદું કરવું છે, મારા દરેક વાચકો ને હું વિનંતી કરું છું કે સાથ આપે

GTU SECRETS દ્વારા એક ઓપન એક્સપોઝ પ્લેટફોર્મ બનાવવું છે જેથી GPSC પાસ કરેલા ખોખલા
પ્રોફેસરો ને સામે લાવી શકાય જે માત્ર કાગળ પરની વાતું ને બહાર લાવતા હોય , નિયમો ની વણજાર કરતા હોય, આવડતું કશું ના હોય તેવા લોકો ને આ બ્લોગ ના માધ્યમ થી EXPOSE  કરીશું અને સરકાર સુધી પહોંચાડીશું(બને તો !)

માત્ર GTU જ નહિ પરંતુ ગુજરાત ની અન્ય યુનિવર્સિટી ના છબરડા ને પણ ભાર લાવીશું જો સૌ સાથ આપશે તો !

અને શિક્ષણ વ્યવસ્થા ને પારદર્શી બનાવીશું...........

કરવાનું શું ?:
જો તમે એક પ્રામાણિક વિધ્યાર્થી છો, Sincere વિધ્યાર્થી  છો અને તમારી સાથે રહેલા પ્રોફેસર કે શિક્ષક નિયમ ની હેકડી બતાવે છે એન્ડ ચોપડીયું જ્ઞાન જ પીરસે છે તો તમારી પાસે મોબાઈલ હશે જ ઓડિયો રેકોર્ડ કરો અને અમારા મેલ ID પર મોકલી ડો  [gtusecrets@gmail.com]

અમે ખરાઈ કરીશું અને પછી જ પોસ્ટ કરીશું નામ વગર !


આવું કેમ કરવું પડે છે ?
આપડી આ દુનિયા માં કેવાય છે ને કે સરકારી નોકરી આવે એટલે જલસા જ જલસા,
એટલે આ યુવાનો ચાર ઓપ્શન વાળા સવાલો ની તૈયારી કરે છે ૩-૪-૫-૬- નક્કી નહિ કેટ કેટલા વર્ષ વીતી જાય છે પણ એની પાછળ પડી જાય છે, વળી પુછિયે તો એમ ભી કે, કે અપને સિસ્ટમ બદલાવવી છે, તંબુરો સિસ્ટમ બદલાવવી છે!
પૈસા કમાવવા છે બસ ! લોકો જાય ગમે ત્યાં !

હવે મુદ્દાની વાત!
વિધાથી ના પ્રશ્નો ને વાંચા આપવા માટે  ABVP (અખિલ ભારતીય વિધાયથી પરિષદ) અને NSUI (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઇન્ડિયા) જેવી વિધાથી પરિષદ નું નિર્માણ તો થયું પરંતુ એ તો પોલિટિક્સ બની ગયું વિદ્યાથી પોલિટિક્સ જે માત્ર કોલેજ ચાલુ થાય ત્યારે પોસ્ટર લગાવી ને અને Grouping થી યુવાનો માં માત્ર ને માત્ર નફરત ફેલાવવનું કામ કરે છે, હડતાલ માં સાથ આપે તો પણ સ્વાર્થ ને લીધે આપે છે અને જેવા નવા વિધાર્થી કોલેજ માં આવે એટલે ૨ રૂપિયા વાળા ફોર્મ (પરાણે ! FORCEFULLY !) ભરાવે છે  [આમાં હું ખાસ ABVP ની વાત કરું છું કારણ કે તે લોકો આવ્યા હતા મારી  કોલેજ માં !]   અને ધાક ધમકી થી ભરાવતા હોય તેવું લાગ્યું પણ અપને પણ જવા દીધું કેમ કે એવું લાગ્યું કે જયારે તકલીફ હશે ત્યારે આવશે આ લોકો !

ગયા વર્ષ ના VNSGU એડમિશન પ્રોસેસ ના છબરડા માં પણ યુનિવર્સિટી ના ABVP પ્રેમીઓ જ જવાબદાર છે એના વિષે હું થોડી ડિટેઇલ  માં વાત કરીશ અન્ય પોસ્ટ માં પરંતુ ABVP હોય કે NSUI અપને કોઈ ના વિરોધી કે સમર્થક નથી પરંતુ જો વિધાથી ના ભવિષ્ય સાથે છેતરપિંડી થતી હોય તો શા માટે થવા દેવી જોયીએ?


પણ વિધાર્થી ની મદદ કરવા ને બદલે રાજકીય લોકો ના રોટલા શેકવામાંથી ઉંચા ના આવતા હોવાથી મેં આ નક્કી કર્યું છે... 

Comments

Popular Posts